વધુ જુઓ

વાંચન ગ્રૂપ

વિદ્યાર્થીઓની વાંચન પ્રગતિ સરળતાથી ચેક કરવામાં શિક્ષકોની સહાયતા માટે ડિઝાઇન કરવામાં આવેલી નવી સુવિધા એટલે જ વાંચન ગ્રૂપ.શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ સાથે કોઈ વર્ચ્યુઅલ વાંચન ગ્રૂપ બનાવી શકે છે તેમજ તેઓનો વાંચન સમય, વાંચવાની ઝડપ અને સૌથી લોકપ્રિય સ્ટોરી જેવી તેમની બીજી ઘણી વાંચન પ્રવૃત્તિઓ જોઈ શકે છે.તેઓ નિષ્ક્રિય કે સંઘર્ષ કરી રહ્યાં હોય એવા વિદ્યાર્થીઓની ઓળખ કરી શકે છે તેમજ તેમની સહાયતા માટે તેમની સાથે અસાઇનમેન્ટ શેર કરી શકે છે. આ સુવિધા વડે, શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને બહેતર વાંચકો બનવા માટે પ્રભાવી પ્રેરણા આપી શકે છે.

વાંચકોને દરરોજ બહેતર રીતે પ્રોત્સાહિત કરો

ખાસ શિક્ષકો માટે ડિઝાઇન કરેલી વાંચન ગ્રૂપ ની સુવિધાનો ઉપયોગ, વિદ્યાર્થીના વાંચનની પ્રગતિ ચેક કરવા તેમજ બહેતર વાંચકો બનવાની રોજની તેમની યાત્રામાં સહાયતા માટે કરો.

શિક્ષકો માટેની માર્ગદર્શિકા

તમારા વિદ્યાર્થીઓને Read Along વડે વર્ગની અંદર અને બહાર એમ બન્ને જગ્યાએ વાંચવામાં અને તેનો અભ્યાસ કરવામાં સહાય કરો. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધારવામાં અને વાંચન પ્રતિ પ્રેમનો વિકાસ કરવામાં સહાય થશે.

માર્ગદર્શિકા ડાઉનલોડ કરો માર્ગદર્શિકા ડાઉનલોડ કરો

*આ PDF માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.