ફાઉન્ડેશનલ લિટરસી ઍન્ડ ન્યૂમરસી મિશન
2026-27 સુધીમાં, દેશનું દરેક બાળક ત્રીજા ધોરણ સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને ગણતર (FLN) હાંસલ કરે એ ખાતરી કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે 2021માં નેશનલ ઇનિશિએટીવ ફોર પ્રોફિસિઅન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ઍન્ડ ન્યૂમરસી (NIPUN ભારત) લૉન્ચ કર્યું છે.
મિશનના લક્ષ્યો
સમજીને વાંચો.
લખો.
મૂળભૂત ગાણિતિક ક્રિયાઓ કરો.
મૂળભૂત જીવન જરૂરી કૌશલ્યો શીખો.
Read Alongના લાભ
Read Along એવી સુવિધાઓ ધરાવે છે, જે રાજ્યોને તેમના FLN મિશનના લક્ષ્યોને સિદ્ધ કરવામાં સહાય કરી શકે છે
બાળક મોટેથી વાંચે, ત્યારે ઍપમાંનું આસિસ્ટંટ દિયા તેને સાંભળે છે અને જ્યારે બાળક અટકી જાય ત્યારે તેને સહાય કરે છે તેમજ જ્યારે બાળક સારું વાંચે, ત્યારે તેને શાબાશી આપે છે.
વિદ્યાર્થીઓ જેમ વાંચતા જાય તેમ એમને સ્ટાર અને બૅજ મળે છે, જે વાંચનને મજેદાર બનાવે છે.
ઍપ ઇન્ટરનેટ વગર પણ કામ કરે છે અને તેનો ઉપયોગ 1GB RAM ધરાવતા એન્ટ્રી-લેવલના સ્માર્ટફોનમાં કરી શકાય છે.
અંગ્રેજી તેમજ હિન્દી, મરાઠી, તમિળ, તેલુગુ, બંગાળી, ગુજરાતી અને ઉર્દુ સહિત જુદી-જુદી સાત ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે.
આ સેવા સરળતાથી વિસ્તૃત કરી શકાય તેવી તેમજ રાજ્ય, શહેરી એકમ અને જિલ્લા સ્તરે વર્તમાન પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે તેનો અમલ કરી મૉનિટર કરી શકાય તેમ છે.
NIPUN ભારત અને Read Along
વીતેલા વર્ષોમાં, જ્યારે સ્કૂલમાં નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં સાક્ષરતા અને ગણતરનો ઘણો અભાવ જોવા મળ્યો છે. Read Along ઍપ વિદ્યાર્થીઓની વાંચન અને સમજણની કુશળતાને સુધારવા માટે બનાવવામાં આવી છે, જે સાક્ષરતા સંબંધિત તેમના મૂળભૂત લક્ષ્યોને સિદ્ધ કરવામાં સહાય કરે છે.
PDF ડાઉનલોડ કરો*આ PDF માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.
ઉત્તર પ્રદેશનો કેસ સ્ટડી
COVIDને કારણે સ્કૂલ બંધ હતી તે દરમિયાન પણ, ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓને ભણતરમાં Read Along દ્વારા કેવી રીતે સહાય કરવામાં આવી તે જુઓ.
PDF ડાઉનલોડ કરો*આ PDF માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે.
Read Alongનું એકીકરણ
Read Along પહેલેથી જ ત્રણ રાજ્ય સરકારના કાર્યક્રમોનો ભાગ છે
ઉત્તર પ્રદેશ
મિશન પ્રેરણા
2022 સુધીમાં, વિદ્યાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને ગણતર પ્રાપ્ત કરે તેની ખાતરી કરવા માટે મુખ્ય FLN પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે
તેલંગાણા
COVIDના કારણે સ્કૂલ બંધ રહેવાથી પ્રારંભિક ધોરણોમાં ભણતર અને ગણતરમાં થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો
ગુજરાત
સાથે વાંચીએ
વિદ્યાર્થીઓ તેમનું ભણતર ચાલુ રાખી શકે તે માટે, ધોરણ 1થી-5ના રાજ્ય પાઠ્યપુસ્તકો Read Along પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.